ભુજ અને પીપરીની વાડીમાં રેડ: જુગઠું રમતા 14 ઝડપાયા : 10 ભાગી છૂટ્યા

(ભુજ) ભુજ તેમજ માંડવી તાલુકાના પીપરી ગામે જુગારના જુદી-જુદી બે રેડમાં 14 ઇસમોને રોકડ રૂપિયા 32,020તેમજ, 36 હજારની કિંમતના 10 મોબાઈલ, તથા 1 લાખ 25 હજારની 7 બાઈક મળીને રૂપિયા 1,93,020નો મુદ્દામાલ સાથે ઝપટે લીધા હતા. ભુજ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મીરજાપર હાઇવે પર કોલીવાસમાં દરોડો પાડીને પુષ્પરાજસિંહ હરદેવસિંહ જાડેજા, દિપક રસીકભાઇ ઠકકર, શામજીભાઇ હીરાભાઇ કોલી, હાજીભાઇ હાસમભાઇ ચુડેસરા, પ્રકાસ બાબુલાલ ચાવડા, વિજય હાજાભાઇ મહેશ્વરીને રોકડ રૂપિયા 9,520 તેમજ એક હજારની કિંમતના બે મોબાઇલ સહિત રૂપિયા 10,520ના મુદામાલ સાથે ઝપટે લીધા હત.

જેમાં પુષ્પરાજસિંહ જાડેજા, દિપક ઠકકર અને પ્રકાસ ચાવડા પીધેલી હાલતમાં મળી આવતાં તેમના વિરૂધ જુગારધારા ઉપરાંત પ્રોહિબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે બીજી બાજુ માંડવી તાલુકાના પીપરી ગામે કરશન નારાણ સંઘારની વાડી પર પોલીસે દરોડો પાડીને દરોડા દરમિયાન ધાણી પાસાનો જુગાર રમતા અબ્દુલ ઓસમાણ સુમરા (ઉ.વ.60, રહે. મસ્કા), અનવર મામદહુશેન મેમણ (ઉ.વ. 44, રહે. સિવિલ હોસ્પિટલ પાછળ, માંડવી), બળદેવ લક્ષ્મણ ડોરૂ ( ઉ.વ. 50 રહે. નવાનાકા બહાર, માંડવી), શિવજી કાનજી સંઘાર (ઉ.વ. 33), અરવિંદ મીઠુ સંઘાર (ઉ.વ. 30), કરશન ખીમજી સંઘાર (ઉ.વ. 37), અશોક કિશન સંઘાર (ઉ.વ. 41) (રહે. ચારેય પીપરી, તા.માંડવી), પચાણ મંગલ સંઘાર (ઉ.વ.22)ના નામના શખ્સો ઝડપાઈ ગયા હતા. જ્યારે રસીદ અબ્દુલ સુમરા, પરબત મમુ સંઘાર, મહાદેવ શિવજી સંઘાર, રામજી લધુ સંઘાર, કરશન નારાણ સંઘાર (રહે. ચારેય પીપરી, તા.માંડવી), કરશન સંઘાર, રાજુ મારાજ (રહે. ફરાદી), આતુ બાબુ સંઘાર (રહે. કોડાય), ભૂતપસિંહ જાડેજા (રહે. આસંબિયા), મનીષ બાવાજી (રહે. માંડવી) નામના દસ શખ્સો પોલીસના દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂપિયા 22,500 તેમજ 35 હજારના 8 નંગ મોબાઈલ અને 1 લાખ 25 હજારની સાત બાઇક સહિત 1,82,500નો મુદ્દામાલ કબજ કરી તમામ વિરૂધ માંડવી પોલીસે ફરિયાદ કરાઇ હતી.