ગુજરાતના કયા શહેરની આરટીઓમાં 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા તથા મચ્યો હાહાકાર, વધુ જાણો વિગત…

(ગુજરાત) ગુજરાતમાં કોરોનાનો સંક્રમિત યથાવત છે ત્યારે ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં શુક્રવારે અને શનિવારે 11 અધિકારી અને કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભળભળાટ મચી ગયો હતો. 50 ટકા જેટલો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી જવાથી સોમવારથી કચેરી અત્યંત જરૂરી કામગીરી હોય તો જ એન્ટ્રી મળશે. સંક્રમણ વધુ ફેલાય તેની માટે એક કમિટી બનાવવામાં આવી છે જેને મેઈન ગેટ પર બેસાડવામાં આવશે. અમુક કર્મચારીઓના સેમ્પલ નેગેટીવ આવ્યા છે તો અમુકની ડ્યુટી ચેકિંગ પોઈન્ટ પર હોવાથી તેઓ કચેરીના સંપર્કમાં જ આવ્યા નથી.

ભુજની આરટીઓમાં 11 અધિકારી અને કર્મચારીઓ કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. પાંચેક કલાર્ક-હેડકલાર્ક, આરટીઓના પ્યુન, જીઆઇએસએફના ગાર્ડ તેમજ એકાદ ઇન્સ્પેકટરના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. દરરોજ 400થી 500 લોકોની અવર જવર કરે છે તેવી ભુજ આરટીઓમાં સંક્રમણનો ડર વધુ રહે છે.

જિલ્લાના જુદા જુદા ચેકપોઇન્ટો પર ઇન્સ્પેકટરની ડ્યુટી હોય છે જેથી તેઓ કચેરીમાં આવવાનું ટાળતાં હોય છે. કચેરીમાં ઈન્સ્પેકટરો અને તેમના ઓપરેટરો તેમજ કલાર્ક, સિનિયર કલાર્ક અને હેડકલાર્ક કામગીરી કરતા હોય છે. એક કમિટી બનાવાઇ છે જે મેઈન ગેટ પર બેસશે અને અત્યંત આવશ્યક કામગીરી હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવશે.

ભુજમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થતાં ભુજના લોકોને એક અપીલ કરવામાં આવી છે કે, જો શક્ય હોય ત્યાં સુધી ભુજ આરટીઓમાં નાગરિકોએ મુલાકાત ટાળવું. અતિ આવશ્યક હોય તો જ કચેરીમાં આવવા નાગરિકોને ભુજ આરટીઓનો અનુરોધ છે.