પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કરાયો ઘટાડો, તો બધુ જાણો પ્રતિ લિટર પર કેટલો ભાવ ઘટ્યો હશે…

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 73થી નીચે ઊતર્યો હતો જ્યારે પેટ્રોલના ભાવમાં છ મહિનામાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે પેટ્રોલનો ભાવ 13 પૈસા જ્યારે ડીઝલનો ભાવ 12 પૈસા ઘટાડયો હતો.

આ ઘટાડાના કારણે  દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 81.86 થયો હતો, જે અગાઉ પ્રતિ લીટર રૂ. 81.99 હતો. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો ભાવ છ મહિનામાં પહેલી વખત 10મી સપ્ટેમ્બરે ઘટાડવામાં આવ્યો હતો. તે સમયે ભાવ પ્રતિ લીટર 9 પૈસા ઘટયા હતા.

દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 73.05થી ઘટીને રૂ. 72.93 થયો હતો. ડીઝલના ભાવમાં માર્ચની મધ્ય પછી સૌથી પહેલો ઘટાડો 3જી સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 63 પૈસાનો ઘટાડો થયો છે.

માર્ચના મધ્ય પછી 3જી સપ્ટેમ્બરે પહેલી વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. સરકારી ઓઈલ કંપનીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઐતિહાસિક તળીયે પહોંચ્યા હતા તેવા સમયે એક્સાઈઝ ડયુટીમાં વિક્રમી વધારો થવાને પગલે માર્ચના મધ્યથી 82 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ ફેરફાર કર્યો નહોતો.