મુન્દ્રામાં આત્મહત્યા કરનારી મહિલા પરીવાર અને પાડોશીઓ વચ્ચે થઈ મારમારી


(મુન્દ્રા) મુન્દ્રામાં પાડોશીઓના ત્રાસથી બળી જઇને આત્મહત્યા કરી હતી તે મહિલાના પરીવાર અને પાડોશીઓ વચ્ચે મારામારી થઇ હતી. ગામના વર્ધમાન નગર રાજગોર સમાજવાડી પાસે રહેતા નીતાબેન રાજગોરે પાડોશીઓના ત્રાસથી થોડાક માસ અગાઉ આત્મહત્યા કરી હતી. આ અંગે પાડોશી મુળજી ગઢવી સહિતના લોકો સામે દુષ્પ્રેરણા અંગે ગુનો દાખલ કરાયો હતો. મુળજી ગઢવી હાલ જામીન પર મુક્ય થયો છે. શનિવારે સાંજે મુળજી તેની પત્ની સોનબાઇ અને દિકરી જોડે નીતાબેનની દિકરી હેન્સી, યેશા રાજગોર અને યશાના પતિ ધવલ સાથે મારકુટ થઇ હતી. બંને પક્ષોએ મુંદરા પોલીસ મથકે સામસામી ફોજદારી નોંધાવી હતી. સોનબાઇ ગઢવીના પતિ મુળજી ગઢવી જામીન પર છુટા થયા હોવા અંગેનુ મનદુ:ખ રાખી ઝઘડો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હોવાની ફોજદારી નોંધાવી હતી. તો યેશા રાજગોરે વળતી ફરીયાદ નોંધાવી હતી કે, તેની બહેન હેન્સી મુંદરા આવતા સોનબાઇ અને તેમની દિકરી શીતલે અમદાવાદથી કોરોના લઇ આવી છો તેમ બોલી ઝઘડો કરી મારકુટ કરી હતી, તો સોનબાઇએ તેમના પતિ વિરૂદ્ધ કરેલી પોલીસ ફરીયાદ પરબત ખેંચી લેવા પણ ધમકી આપી હોવાનું ફરીયાદમાં લખાવાયું છે. સરવા મંડપ પાસે રહેતા એક જ પરીવારની મહિલાઓ વચ્ચે છકડો પોલીસમાં પકડવાની બાતમી આપવા મુદ્દે મારામારી થઇ હતીઁ, પ્રેમીલાબે પ્રેમજીભાઇ પરમાર (રહે. ભુજ)વાળાએ ગોમતીબેન નાનજી પરમાર અને કાનજી પ્રેમજી પરમાર સામે છકડો પોલીસમાં કેમ પકડાવેલ છે તેમજ પોલીસને ખોટી બાતમી આપો છો તેમ કહી માર મારતા સારવાર માટે ખસેડાઇ હતી. તો બીજી તરફ ગોમતીબેન નાનજી પરમાર (રહે. ભુજ)વાળાએ પ્રેમીલાબેન પ્રેમજીભાઇ પરમાર અને કમલેશ પ્રેમજીભાઇ પરમાર સામે ગુનો નોંધાવ્યો હતો, છકડો પોલીસમાં પકડાવ્યામાં ખોટુ નામ કેમ આપો છો તેમ કહી માર મારી ચીમકી આપી હતી.