લખપત તાલુકાનાં આશાલડી ગામથી દોલતપર સડક વચ્ચે કોઈ અજાણ્યા તૂફાનના ચાલકે બાઇક સાથે ટક્કર કરતાં અકસ્માત સર્જ્યો.
તા.૮.૨.૧૮ : નો બનાવ
લખપત તાલુકાનાં આશાલડી ગામથી દોલતપર સડક વચ્ચે રોડ ઉપર આશાલડી ગામની બાજુમાં પોતાની કબ્જાની તૂફાન ગાડી નં.જી.જે.૧૨ ઝેડ.૬૮૪૩ વાળીના ચાલકે બેદરકારી અને પૂરઝડપે રોંગ સાઇડે ચલાવી સામેથી પોતાની સાઇડેથી પસાર થતાં સીધિક ઈસ્માઈલ જત નામના શખ્સની મો.સા.હીરો સી.ડી.ડીલેક્ષ જેના નં.જી.જે.૧૨ બી.પી ૦૬૯૩ વાળી સાથે સામેથી ભટકાવતાં અકસ્માત સર્જી મો.સા.માં પાછળ બેઠેલા સાહેદને અમિન સીધિક જત વાળાને અકસ્માત માં શરીરે ઓછી-વધતી ફેકચર જેવી ઇજાઓ પહોચી હતી. ત્યાર બાદ દયાપાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V. ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 30 થી 11 00 ચાલુ છે.