અમરેલીના યુવકે ધંધો ન ચલવાના બાબતે કરી આત્મહત્યા

(અમરેલી) અમરેલીનાં યુવાને ધંધા બાબતે કંટાળી કરી આત્મહત્યા. જેશીંગપરા વિસ્તારમાં રહેતાં અને વેલ્ડીંગની દુકાનમાં કામ કરતા સની મનસુખભાઇ પાથર નામના રર વર્ષીય યુવકનું બે મહિના પહેલા એકસીડન્ટ થયેલ હોય જેથી તે કોઇ કામ ધંધો કરી શકતો ન હોય તથા મંદિનાં કારણે અન્ય કોઇ ધંધો પણ ચાલતો ન હોય.સ જેથી આ યુવકે બેકારીથી કંટાળી જઇ પોતાની મેળે ઘરમાં પડેલ ઘઉંમાં નાંખવાનો ઝેરી પાવડર પી લેતા તેમનું મોત નિપજયાનું અમરેલી સીટી પોલીસમાં મૃતકનાં પિતાએ જાહેર કરેલ છે.
ઇલે.શોર્ટ લાગતા મોત
રાજુલા તાલુકાનાં વાછેરા ગામે રહેતી ઘનુબેન ભાવેશભાઇ કાછડ નામની પરીણીતા રવિવારે સાંજે પોતાના ઘરે ઇલકેટ્રીક મોટરથી પાણી ભર્યા બાદ મોટરની ઇલેકટ્રીક પીન કાઢવા જતા તેણીને ઇલેકટ્રીક શોક લાગતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું મૃત્યુ નિપજતા આ બનાવ અંગે સાવરકુંડલા વિભાગીય પોલીસ વડા જે.કે. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.