ચિત્રોડ નજીક ઊભેલા વાહનમાં ટ્રેઇલર ભટકાતાં એકનું મૃત્યુ

 (રાપર) રાપર તાલુકાના ચિત્રોડ નજીક ગત પરોઢે 4 વાગ્યાના આસપાસ બનેલા બનાવમાં રાજસ્થાન રહેતા ટ્રેઇલર ચાલક તેજસિંગ નવલસિંગ ગુર્જરે ગુનો દાખલ કરાવ્યો છે કે, 10/09 ના ભરતપુરના બી.કે.ટ્રાન્સપોર્ટમાંથી ડીઓસી ટ્રેઇલરમાં લોડ કરી મુન્દ્રા જવા તે અને ખલાસી વિક્રમસીંગ સહાલસિંગ ગુર્જર નીકળ્યા હતા. ચિત્રોડ હાઇવે પર પેટ્રોલપમ્પ નજીક પાછળથી પુરપાટ આવેલા આરજે-09-જીજે-2679 નંબરનું ટ્રેઇલર તેમના વાહનમાં ધડાકાભેર ભટકાતા તાલપત્રી કસી રહેલા વિક્રમસિંગને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.