સુરત/ 1 જ દિવસમાં થઇ ૪ લોકોની હત્યા
સુરત: સુરત બની રહ્યું છે ક્રાઇમ સિટી ત્યારે ૨ દિવસ અને કાલના દિવસમાં વધુ 1 હત્યા સાથે 4 હત્યા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સુરતના સરોલી રોડ પર રૂપિયાની લેતી દેતીમાં એક યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા આ યુવાનું મોત થયું હતું. જોકે ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ હતી.
મળતી માહિત મુજબ: સુરત આમ તો ઔદ્યોગિક નગરી તરીકે ઓળખ્યા છે પણ સતત બની રહેતા ગુનાને કારણે આ શહેર હવે ક્રાઇમ સીટી બની રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અહિંયા હત્યાની ઘટના વધતી જોવા મળી રહી છે. બે દિવસમા શહેરમાં ચાર જેટલી હત્યાની ઘટના અને તેમાં પણ એક જ દિવસમાં પાંડેસરા, લિંબાયત અને મોડી રાત્રે પુના વિસ્તરમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જોકે હિતેશનો મિત્ર આકાશસિંગ, રંજનસિંગ ઠાકુર ગતરોજ રૂપિયાની લેતેદેતીમાં હિતેશ શ્યામ રેસિડન્સીમાં હતા. તે સમયે પોતાના સાગરિતો સાથે જઈને હિતેશ પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, રૂપિયા આપવાની ના પડતા આકાશે તેના મિત્રો સાથે હિતેશને લાકડાના ફટકા વડે માર મારવાનું શરૂ કર્યુ હતું. જેને કારણે હિતેશને માથામાં ગાંભીર ઇજા થઇ હતી અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. જેને લઈને આકાશ અને તેના સગરીતો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.જોકે, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો. જોકે, પોલીસે બનાવવાળી જગ્યા પર પોંહચીને યુવાનનું મોત થતા હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીને પકડી પાડવા માટે નજીકના સીસીટીવી મેળવીને અલગ અલગ ટિમ બનાવી આરોપી પકડી પાડવાની કવાયત શરૂ કરી હતી. આમ ચાર જેટલી હત્યાના પગલે પોલીસ તો દોડતી થઇ છે.