દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૮૦૯ કેસ આવ્યા સામે, ૧,૦૫૪ દર્દીઓનાં થયા મોત
દેશભરમાં સતત ઘણા દિવસોથી કોરોના થી સંક્રમિત થનારા લોકોનો આકં રોજ ૯૦ લાખથી બહાર આવી રહ્યો હતો, જેમાં આજે આંશિક હાસકારો જોવા મળી રહ્યો છે.
પરંતુ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૦ લાખને નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૮૦૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯)ની મહામારી સામે લડીને ૩૮ લાખ ૫૯ હજાર ૪૦૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૯,૯૦,૦૬૧ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૦,૭૭૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૫,૮૩,૧૨,૨૭૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારે ૨૪ કલાકમાં ૧૦,૭૨,૮૪૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.