રાજકોટ જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર ૧૫ સામે ફરિયાદ નોંધાઈ

(રાજકોટ) રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ અને વધતો અટકાવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હોય તેનો કડક અમલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હોય ત્યારે રાજકોટ જિલ્લામાં પોલીસે સઘન ચેકિંગ કરતા સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર, માસ્ક પહેર્યા વગર બહાર નીકળનાર તેમજ જુદા જુદા જાહેરનામાના ભંગ ના ૧૫ સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
વીરપુર,જેતપુર,ઉપલેટા,લોધીકા ,શાપર વેરાવળ, ભાયાવદર ,ગોંડલ ,જામકંડોરણામાં પોલીસનું સઘન ચેકીંગ કર્યું હતું. જ્યારે ઉપલેટા માંથી બકુલ કુકાભાઈ સાવલિયા કે જેને ચાની હોટલ હોય તે હોટલ ઉપર ભીડ એકઠી થતા પોલીસે ગુનો નોંધ્યો હતો મેટોડામાં આવેલ ખેતલાઆપા ટી સ્ટોલ ના માલિક જીતુ મુકેશ ઝાલા શાપર-વેરાવળમાં આવેલ વછરાજ પાન ના માલિક જગદીશ મુળુ ભરવાડ જેતપુરના હેપી પણ ના માલિક અરવિંદ પોપટ પટેલ તેમજ શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર ના ભાવેશ મનસુખ પટેલ ભાયાવદરમાં મોટી પાનેલી ગામે રહેતા અને નોનવેજ ની લારી ચલાવતા અનવર ઉંમર જુનેજા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો જ્યારે જામકંડોરણાના ધીરજ કાનજી પટેલ કે જે માસ્ક પહેર્યા વગર નીકળ્યો હોય અને એક હજારનો દંડ કરવા સક્ષમ ન હોય તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો ગોંડલ સીટી માં આવેલ પટેલ મસાલા ઢોસા તથા આરતી ઘૂઘરા ના માલિક અમૃત ગોરધન કારેણા અને કરીમ વાહીદ ખલીફા તેમજ ગોંડલમાં નટરાજ પાણીપુરી ની દુકાન ના માલિક રાજેશ નટવરલાલ ભાલુ અને જેતપુરના રાજેશ નારણ પટેલ ની તેમજ જેતપુરના ગુજરાતી ની વાડી પાસે રહેતા જય વિજયભાઈ સિંધી ની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી.