વાગડ વિસ્તારના ખેડૂતોને થતાં નુકશાનનું વળતર આપવા ઉઠી માંગ

(રાપર) વાગડ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાન પહોંચું છે. થતાં 100 ટકા વળતર આપવા તથા દરેક ગામડાંઓને સરખી સહાય વળતર ચૂકવવા તેમજ ભારે વરસાદના પગલે તૂટી ગયેલા રોડનું તાત્કાલિક સમારકામ કરવા ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર અપાયું હતું. આ અનુસાર ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા દ્વારા મુખ્યમંત્રી તથા કલેકટરને મામલતદાર મારફતે રજૂઆત કરતાં કહ્યું હતું કે, રાજ્ય તેમજ કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે રાપર અને ભચાઉમાં ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. હાલના સમયમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ બની છે, જેથી દરેક ખેડૂતને સહાય ચૂકવાય તેવી માગણી કરી હતી. ઉપરાંત રાપર અને ભચાઉ તા.ના ગામડાંઓને જોડતા ઘણા માર્ગો વરસાદનાં કારણે ધોવાયા છે, જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે જેથી રાપર અને ભચાઉ તા. આ માર્ગ પર મોટા અકસ્માતો સર્જાય છે. તેમજ જાનહાનિ થાય છે જેથી આ અંગે તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરી રાહદારીઓને પડતી મુશ્કેલીઓ સત્વરે નિવારવા ધારાસભ્ય સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા રાપર તાલુકા-શહેર સમિતિના હોદ્દેદારો, આગેવાનો, ખેડૂતો જોડાયા હતા.