મેઘપર બોરીચીમાં તસ્કરોનું ત્રાસ વધ્યું : 8.35 લાખની તસ્કરી

 (ગાંધીધામ) અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા ગાયત્રીનગર, ગેલેકસી સોસાયટી અને ઓધવ રેસિડેન્સીમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો હતો. આ 3 સોસાયટીઓના 3 બંધ મકાનો ને નિશાન બનાવી  રોકડ રકમ અને સોના, ચાંદીના ઘરણા  એમ કુલ રૂા. 8,35,000ની માલમતાની તસ્કરી કરી તસ્કરો ભાગી ગયા હતા. જ્યારે ભુજના એરપોર્ટ રોડ ઉપર આશાપુરા નગરમાં એક દુકાનના પતરાં તોડી તેમાંથી રૂા. 7370નો સામાન ચોરી જવાયો હતો. મેઘપર બોરીચીની 3 અલગ અલગ સોસાયટીઓમાં નિશાચરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. ગાયત્રીનગરમાં મકાન નંબર 84-85માં રહેતા અને ગાંધીધામમાં શિપિંગ કંપનીમાં કામ કરતા હરદેવસિંહ નવલસિંહ ઝાલાએ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીના મોટા બાપા ભીખુભા નટુભા ઝાલાનું અવસાન થતાં તેઓ પરિવાર સાથે ગત તા. 12/9ના રાત્રે ધ્રાંગધ્રા જવા નીકળ્યા હતા. દરમ્યાન ગઇકાલે બપોરે તેમના પાડોશી દીપક ચંદુભાઇ ગામોટે તેમને ફોન કરી તમારા મકાનના તાળાં તૂટેલા હોવાની જાણ કરી હતી. આ મકાનમાંથી સોનાની ચાર બંગડી, સોનાનું નાળિયેર, સોનાનું મંગલસૂત્ર, સોનાની બે ચેઇન, સોનાની 13 વીંટી, સોનાની લકકી, સોનાના હારનો સેટ, સોનાનું પેન્ડલ, સોનાનું કુંડળ તથા રોકડા રૂા. 25,000 એમ આ ફરિયાદીના ઘરમાંથી રૂા. 7,75,000ની મતા સેરવી ગયા હતાતેમજ ગેલેકસી સોસાયટીના મકાન નંબર 286માં પણ હરામખોરોએ હાથ માર્યો હતો. વિક્રમ પૂનમ ચાવડાના આ મકાનમાંથી રોકડા રૂા. 5000 લઇને તસ્કરો નાસી ગયા હતા. આમ આ ત્રણેય મકાનોમાંથી રૂા. 8,35,000ની મતા ઉસેડીને નિશાચરોએ ચાલતી પકડી હતી. આ દુકાનના પતરા તોડી અંદર ખાબકેલા તસ્કરોએ ચા પત્તી, નહાવાના સાબુ, કપડા ધોવાના સાબુ, શેમ્પુના પાઉચ, બીડીના બંડલ, સિગારેટના પાકીટ, માવાના પેકેટ, ગુટખાના પેકેટ,ખારીસીંગ,ચાઈના મોબાઈલ, ગુલાબજાંબુના પેકેટ, કપાસિયા તેલ, ચોકલેટ વગેરે મળીને કુલ 7370ની મતાની ચોરી કરી હતી. દુકાનદાર દીપક જાદવજી ભાનુશાલીએ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.