જીયાપરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા ગામ કરાયું સીલ

નખત્રાણા તાલુકાના જીયાપર ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી ગામને સીલ કરાયું હતું. ગામમાં માત્ર સાંજે 4થી 7 વાગ્યા સુધીજ ચીજ-વસ્તુઓ તથા ખાણી પીણીની દુકાન ખુલી રાખવા મળશે. આ અનુસાર વેપારી એસોસિએશનની મળેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા હતાં. ગામના તમામ વેપારી મિત્રોએ તા.20/9 સુધી તમામ દુકાનોનો સમય સાંજે 4 થી 7નો રાખવાનું નક્કી કર્યું હતું.

નખત્રાણા તાલુકા પંચાયત કચેરીમાં એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. તો તેના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓ તથા સ્ફાફ સહિત કુલ 11ને ક્વોરોન્ટાઇન કરાયા હતાં.