રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 2.41 લાખનો શરાબ પકડાયો


રાજકોટ ગોંડલ હાઇવે પર શિવ હોટલ સામે આજીડેમ પોલીસે બોલેરોમાંથી દારૂના જથ્થાની હેરફેર થાય તે પૂર્વે છાપો મારી બોલેરોમાંથી 594 બોટલ શરાબ પકડી પડ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે સગીર સહિત ચાર ઇસમોને ઝડપી લીધા હતા.દારૂનો જથ્થો બોલેરો સહિત પોલીસે કુલ રૂ.6,46,650 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડા અંગે જાણવા પ્રાપ્ત માહિતી અનુસાર આજીડેમ પોલીસ મથકના પી આઈ વી.જે.ચાવડાની રાહબરીમાં પી.એસ.આઈ એમ.ડી.વાળા એ.એસ.આઈ કાળુભાઇ વેલજીભાઈ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે ગોંડલ રાજકોટ હાઇવે પર શિવ હોટલ સામે દારૂના મોટા જથ્થાની હેરફેર થાય તે પૂર્વે જ દરોડો પાડી અહીં બોલેરો ન જી.જે.3 બી ડબ્લ્યુ 2830 માંથી અલગ અલગ બ્રાન્ડની રૂ.2,41,650 ની કિંમતની 594 બોટલ દારૂનો ઝડપી લીધો હતો.
પોલીસે દારૂના આ જથ્થા સાથે ગોંડલના વોરા કોટડામાં રહેતા સગીર તેમજ ઝાકીર હુસેનભાઈ શેખ (ઉ.વ 21)રાજકોટમાં રહેતા ભરત વાજશુર ચાવડા અને જૂનાગઢના મહેબૂબને ઝડપી લીધો હતો.પોલીસે દરોડા દરમિયાન અહીંથી દારૂનો જથ્થો,બોલેરો મળી કુલ રૂ.6,46,650 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ કરી છે.