પારડી નજીકી રસ્તો ઓળંગતા રીક્ષાએ ટક્કર મારતા આધેડનું મૃત્યુ

રાજકોટ: પારડી નજીક શીતળા માતાજીના મંદીર પાસે રહેતા શંભુભાઇ નરસિંહભાઇ સોલંકી (ઉ.વ. 65) નામના વૃધ્ધ રાત્રીનાં સમયે શીતળા માતાજીનાં મંદીરની સામે હાઇ-વે રોડ પર ચાલીને લઘુ શંકા કરવા જતાં હતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું સારવારમાં જ મોત નીપજયુ હતુ.સ શંભુભાઇને બે પુત્ર-બે પુત્રી છે. પોતે છુટક મજુરીકામ કરતા હોવાનું માલુમ પડયુ છે. આ અંગે શાપર-વેરાવળ પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.