રાજકોટ જેલમાં ચોરીનાં શખ્સે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


કાલાવડના મટન માર્કેટ નજીક રહેતા અને હાલ ચોરીના ગુન્હામાં 19 મહિનાથી રાજકોટની મઘ્યસ્થ જેલમાં રહેલા કાચા કામનાં કેદીને સહ શખ્સને કોરોનાના કારણે સોશ્યલ ડિસ્ટન્સમાં સુવાનું કહેતા કેદીને લાગી આવતા બુટની દોરી બારીના બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેમને અન્ય કેદીઓએ બચાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં સ્ટાફે નિવેદન નોંઘ્યુ હતું.
બનાવની મળતી માહિતી મુજબ, કાલાવડના મટન માર્કેટ નજીક ગુજરાતીવાસમાં રહેતા એજાજ કાદરભાઇ શેખ(ફકીર) (ઉ.વ.26) નામનો આરોપી છેલ્લા 19 માસથી જામનગર એ ડીવીઝન વિસ્તારનાં ચોરીનાં ગુન્હામાં રાજકોટ મઘ્યસ્થ જેલમાં છે. એજાજે બુટની દોરી બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ લેતા અન્ય કેદીઓએ બચાવી સિવિલમાં ખસેેડયો હતો.
આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ માલવીયા અને અંજલીબેન ગઢવીએ કાગળો કરી એજાજનું નિવેદન નોંઘ્યુ હતું. તેમણે રાત્રીના કોરોનાને કારણે સોશ્યલ ડિસ્ટન્સમાં સુવાનું કહેતા લાગી આવતા પગલુ ભરી લીધુ હતું.