જૂનાગઢના સરગવાડામાં ક્રાઈમ બ્રાંચ પહોંચી : ચાર પેટી વિદેશી શરાબ કબ્જે


(જૂનાગઢ) જૂનાગઢનાં સરગવાડા ગામ નજીકથી એલસીબી પોલીસે ચાર પેટી વિદેશી શરાબ સાથે એકને ઝડપી લીધો હતો. તેમની પૂછપરછમાં ચારના નામ ખુલવા પામ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનથી 3 કિ.મી. દૂર સરગવાડા ગામની નદીના વોંકળા પાસેનાં શંકરદાદાના મંદિર પાસેથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે તા. 13-9ની રાત્રિનાં 8.45 કલાકે રેડ કરતાં ચાર પેટી (48 બોટલ) કિ. 19,200 સાથે આરોપી અશોક ઉર્ફે બકાલી કરમશી સોલંકીને દબોચી લીધો હતો. તેમની પાસેથી ચાર મોબાાઈલ મળી કુલ 25,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં ભુપત મુળુ રબારી રહે.સરગવાડ,કાનો ઉર્ફે જેકી, લખન મેરુ રબારી રહે. ગીરનાર દરવાજા અને કરણ ઉર્ફે કાલીયો રહે. જૂનાગઢના નામ ખુલવા પામ્યા છે. તાલુકા પીએસઆઈ એલ.એન. સગારકાએ કાર્યવાહી હાથ ધરી છે.