માણાવદરનાં જાંબુડા ગામે ખુલ્લા આકાશે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કરી 2.90 લાખની ચોરી

જુનાગઢ, માણાવદરના જાંબુડા ગામે રહેણાંક બંધ મકાનને નિશાન બનાવી જાણીતા શખ્સોએ રોકડ રૂા. 35000 સોના-ચાંદીના દાગીના સહિત કુલ 2,90,000ની મતાની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાતા માણાવદર પીએસઆઇ પી.વી.ધોકડીયાએ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની માણાવદર પોલીસના જણાવ્યા મુજબ ગત તા. 13/9ના 11.30 કલાકેથી સાંજના 7 દરમ્યાન જયદીપભાઇ પરબતભાઇ ડાંગર (ઉ.વ.30)નું ઘર બંધ હતું. ત્યારે ધોળા દિવસે કોઇ જાણભેદુએ ઘરમાં પ્રવેશી રસોડામાં રાખેલ ઘરની બારી વડે તાળા ખોલી કબાટનું તાળુ ખોલી રોકડ રૂા. 35000 સોનાનો ચેઇન, ત્રણ તોલાનો ચેઇન કિંમત 2,90,000 સોનાનું પેન્ડલ અઢી તોલા રૂા. 75000, સોનાની ત્રણ વીંટી ત્રણ તોલા 90,000 મળી કુલ રૂા. 2,90,000ની મતા ધોળા દિવસે મકાનના તાળા ખોલી લઇ ગયાની માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કવોર્ડ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.