વઢવાણમાં ખુલ્લે આમ જુગઠું રમતા શખ્સો પકડાયા
વઢવાણ: સ.ત. રવિન્દ્રસિંહ જેમુભા ડોડીયા અના.પો.હેડ કોન્સ. બ.નં.871 વઢવાણ પોલીસ સ્ટેશનએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.13/09/2020 કલાક 16/20 વઢવાણ શીયાણીની પોળ બહાર વચલા કોળીપરા માં રહેતા રાકેશભાઇ દેવીપુજકના ઘર નજીક ખુલ્લે આમ વઢવાણ શખ્સ (1)ભરતભાઇ ઉર્ફે ગડુ નાગજીભાઇ છત્રોટીયા (જાતે ચુ.કોળી ઉવ.47 રહે.વઢવાણ શીયાણીપોળ બહાર વચલા કોળીપરા તા.વઢવાણ) (2) અનીલભાઇ દીલીપભાઇ આજોલા (જાતે ચુ.કોળી ઉવ.30 રહે.વઢવાણ નવા દરવાજા પાસે કોળીપરા તા.વઢવાણ) (3)ભરતભાઇ હીરાભાઇ ચાવડા (જાતે ચુ.કોળી ઉવ.59 રહે.વઢવાણ શીયાણી પોળ બહાર કોળીપરા) (4)ભરતભાઇ ગોબરભાઇ લામ્કા (જાતે ભરવાડ ઉવ.39 રહે.વઢવાણ માલધારી ચોક તા.વઢવાણ) (5)અલ્તાફભાઇ મુસાભાઇ બાબીયા (જાતે ખાટકી મુ.માન ઉવ.27 રહે.વઢવાણ નરશી ટેકરી) (6)અલ્પેશભાઇ દલાજીભાઇ તેરવાડીયા (જાતે ચુ.કોળી ઉવ.30 રહે.વઢવાણ નવા દરવાજા બહાર કોળીપરામા તા.વઢવાણ) (7)ગીતાબેન નરશીભાઇ ડાયાભાઇ રાતોજા (જાતે ચુ.કોળી ઉવ.40 રહે.વઢવાણ નવા દરવાજા બહાર કોળીપરામા તા.વઢવાણ)ના આરોપીએ જાહેરમાં ગુડદી પાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂા.40,100/- તથા ગુડદી પાસા નંગ-2 કીં.રૂા.00/- તથા મોબાઇલ ફોન નંગ-5 કિં.રૂા.10,000/- ના મળી કુલ રૂા.50,100/- મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. પી.જી.ઝાલા વઢવાણ પો.સ્ટે. નાઓ કરે છે.