બારડોલીમાં કોરોના 15 પોઝિટિવ કેસ આવ્યા સામે

બારડોલી તાલુકામાં કોરોના વિદાય લેતી નથી. મંગળવારના રોજ 15 કેસ પોઝિટિવ બહાર આવ્યા  છે. બારડોલીમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને લઈ લોકો ભયનો મહાઓલ ફેલાયો છે.

સુરત જિલ્લા સહિત બારડોલીમાં પણ કોરોનાનો ચેપ રોકેટ ગતિએ વધી રહ્યો છે. બારડોલીમાં દિનપ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યા વધતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જેમાં નગરમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 13 કેસ નોંધાયા છે. બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં ખરવાસામાં 26 વર્ષીય મહિલા, વાંક ફળિયું અલ્લુ ગામે 70 વર્ષીય વૃદ્ધા, પંચવટી સોસાયટી મઢીમાં 58 વર્ષીય પુરુષ, ગણેશ મંદિર સુરાલીમાં 42 વર્ષીય યુવાન, મોટી બજાર કડોદમાં 25 વર્ષીય યુવાન, સ્મિતનગર મોતામાં 38 વર્ષીય યુવાન, ખરવાસા મવાછી ફળિયામાં 74 વર્ષીય વૃદ્ધ, પરોણા ફળિયું મવાછીમાં 55 વર્ષીય મહિલા, લુહાર ફળિયું સરભોણમાં 95 વર્ષીય વૃદ્ધા, દેવરેસિડન્સી નિઝરમાં 48 વર્ષીય યુવાન અને 46 વર્ષીય મહિલા, ટિંબરવામાં 23 વર્ષીય યુવાન, ગોપાલનગર બાબેનમાં 53 વર્ષીય આધેડ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે નગરમાં મનમંદિર એપાર્ટમેંટ ભંડારીવાડમાં 54 વર્ષીય આધેડ, રાધાબાગ શાસ્ત્રીરોડ ખાતે 65 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે.