ગુજરાતની આ બેંકના 14 કર્મચારીઓ કોરોના સંક્રમણ

મળતી માહિતી મુજબ: રાજકોટમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં સી.આર. પાટીલની સાથે જોવા મળેલા કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન એવા જયેશ રાદડીયાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખડભળાટ મચી ગયો હતો.જયેશ રાદડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને એક ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનો ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. તો બીજી તરફ જયેશ રાદડીયા જે બેંકના ચેરમેન છે તે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પણ કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓનો ટેસ્ટ કરતા બેંકમાં કામ કરતાં 14 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયેશ રાદડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંક કર્મચારીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જે 14 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમને હાલ સારવાર માટે હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.