વડાપ્રધાન નરેન્દ્ર નોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

PM મોદીનો આજે જન્મ દિવસ છે. ત્યારે સુરતના ભાટપોરમાં ૭૧ ફુટ લાંબી કેક કાપી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. સુરતના બાર જેટલા કોરોના વોરિર્યસ દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી હતી.  તેમજ આ કેક શહેરના અનાથ આશ્રમ અનવ અંધજન શાળાના બાળકોને આપી  પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ઘણા કાર્યક્રમો આયોજિત કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિભિન્ન રાજ્યોમાં પાર્ટીના કાર્યકર્તાઓ સેવા સપ્તાહ તરીકે તેની ઉજવણી કરશે.પીએમ મોદીના જન્મદિવસ ઉપર વહેલી સવારથી જ શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે. અને તેના લાંબા આયુષ્ય અંગે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.