ગુજરાતનો એક જિલ્લો ગમે ત્યારે કોરોનાને અલવિદા કરી શકે છે, તો વધુ જાણો કયો હશે આ જિલ્લો…..


ગુજરાતનો એક જિલ્લો જલ્દી કોરોનાને અલવિદા કહી શકે છે. દૈનિક કેસો રાજ્યમાં 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 429 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે.આ સિવાય પોરબંદર, તાપી, ડાંગમાં કોરોનાના એક્ટિવ કેસો 50થી ઓછા છે, જેને કારણે આ જિલ્લાઓમાં પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16169 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 117709 પર પહોંચી ગઈ છે.