રણોત્સવમાં લાખો પ્રવાસીઓને આવકારતા ભાતીગળ પ્રદેશ બન્નીમાં કોવિડ-19 માટે નો એન્ટ્રી છે

સમગ્ર ગુજરાત અને કચ્છમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે પણ ભુજ તાલુકામાં આવેલ જિલ્લા જેવડા પ્રદેશ બન્ની પંથકમાં કોરોના ઘુસી શક્યો નથી અહીંના લોકો પણ અશિક્ષિત છે પણ તકેદારી એટલી બધી છે કે લોકો પણ વાહવાહ કરી ઉઠે છે
કચ્છની ઉત્તરેે આવેલા બન્ની પ્રદેશ 2489 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે કચ્છમાં પછાત કહેવાતો આ અનોખો પ્રદેશ ગુજરાતને રાહ ચીંધે છે એક સમયે એશિયાના શ્રેષ્ઠ ઘાસીયા મેદાન તરીકે પ્રખ્યાત ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ છેલ્લા દાયકાથી રણોત્સવને કારણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થયેલો છે. મુખ્યત્વે માલધારીઓની 40 હજારની વસ્તી ધરાવતા આ વિશાળ ભાતીગળ પંથકમાં કોરોના કાળના છ-છ મહિના બાદ પણ સદનસીબે અત્યાર સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વિસ્તારની રીતે ગાંધીનગર અને ડાંગ જિલ્લાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા અને ચોતરફ રણથી ઘેરાયેલો બન્ની પ્રદેશ મહેમાન નવાઝી માટે જાણીતો છે. કચ્છની ઉત્તરે આવેલાં 48 ગામોનો સમૂહ એટલે બન્ની ઉગમણી બન્નીના બેરડો ગામથી મુખ્ય બન્ની અને આથમણી બન્ની સરહદી હાજીપીર સુધી વિસ્તરેલો છે. 48 ગામોના સમૂહને બન્ની કહેવાય છે. અનેક વાંઢ આવેલી છે જેમાં વિચરતી વસ્તી રહે છે, જે ઘાસના મેદાનમાં સ્થળાંતર કરતી હોય છે આ વિસ્તારમાં હોડકો,ડુમાડો,ગોરેવલી,મીઠડી,ભીટારા,લુણા,છલાં,સેરવા,સરાડા, સરગુ,નાની દધર,ઉડઇ,બેરડો,સાડાઈ,મિસરિયાડો,રૈયાડોભીરન્ડિયારા સહિતના ગામો આવેલા છે આ પંથકમાં કોરોનાનો પગપેસારો થયો નથી તેની પાછળ અહીંનો વિશાળ વિસ્તાર, પાંખી વસ્તી મુખ્ય કારણ છે માલધારીઓના પરિવારજનો શહેરથી અળગા જ રહે છે.મહિલાઓ મર્યાદાને કારણે બહાર નથી નીકળતી માલધારી પ્રજા ખડતલ હોવાથી કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેથી કોરોના કેસ આવ્યા નથી
આ વખતે કચ્છમાં રણોત્સવ નહીં થાય, પણ ખાનગી તંબુ નગરીને કારણે સંક્રમણનો ખતરો છે સરકારે રણોત્સવ આ વર્ષે મુલતવી રાખ્યો છે, જે યોગ્ય નિર્ણય છે. જો લોકો આવે તો કોરોના સંક્રમણ પ્રવેશી શકે. માટે ન યોજાય તે જ સારું છે. પુષ્કળ વરસાદને કારણે માલધારીઓ માટે આ વર્ષ ખૂબ સરસ છે. ચિંતાનું કોઈ કારણ નથી. ખાનગી એજન્સી દ્વારા તંબુ નગરી ઊભી થાય તો પ્રવાસીઓ અહી આવશે જે ખતરો બની શકે છે
બાઈટ : અબ્દુલ સુમરા