બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70 માં જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

90cf4bff-5abd-4ff5-8860-dc7d6b111a02

આજરોજ બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં મનાનીયશ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 70 માં જન્મદિન નિમિત્તે બરવાળા બસ સ્ટેન્ડમાં ભાજપના બરવાળા શહેર સંગઠનના યુવા કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કાર્યકરોએ સંકલ્પ લીધો હતો કે ભારત દેશને સ્વચ્છ રાખીશું વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરીશું અને તેનું જતન કરીશું. જેમાં ખાસ બળવંતસિંહ મોરી અને ભાવસંગભાઈ તલસાણીયા હાજર રહ્યા હતા.