કુવાડવા નજીક તળાવમાં ડુબી જવાથી મહિલાનું મોત

કુવાડવામાં ભોમેશ્વર મંદિર પાસે તળાવમાં અકસ્માતે ડુબી જવાથી કોળી પરિણીતાનું મોત થયું હતું.બનાવની જાણવા પ્રાપ્ત માહિતી અનુસાર કુવાડવામાં રહેતા મંજૂબેન લાખાભાઇ ચૌહાણ (ઉ.વ.45) નામના કોળી પરિણીતા સાંજે ગામની ભાગોળે ભોમેશ્વર મંદિર પાસે આવેલા તળાવ કિનારે કપડા ધોવા ગયા હતા. જેની જાણ થતા ફાયર બ્રિગેડ તથા 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. બેભાન હાલતમાં પરિણીતાને તળાવ બહાર કાઢી તપાસતા તેમનું મોત થયું હોવાનું 108ના ઇએમટીએ જાહેર કર્યુ હતું. જેના પગલે કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઝાલાએ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. કોળી પરિણીતાને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.