ગુંદીયાળીમાં જુગઠું રમતા 4 શખ્સો ઝડપી પડાયા

(ગાંધીધામ) માંડવી તાલુકાના ગુંદીયાળી ગામમાં ખુલ્લે આમ જુગઠું રમતા 4 ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે 2 શખ્સો ભાગી ગયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રોકડા રૂ. 6050 કબ્જે કરાયા હતા.ગુંદીયાળી ગામમાં બળદેવસિંહ હઠુભા જાડેજાના ખેતરના શેઢાની બાજુમાં બાવળની ઝાડીમાં અમુક શખ્સો પતા ટીંચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડી હતી. ગંજીપાના વડે પોતાનું’ નસીબ અજમાવતા બળદેવસિંહ હઠુભા જાડેજા, અસ્મલ કાસમ કુંભાર,ફકીર મામદ ઈસ્માઈલ કુંભાર,ઈશા ઓસમાણ કુંભારને દબોચી લેવામાં આવ્યો હતો. જયારે રમજુ દાઉદ કુંભાર અને રજાક ઈબ્રાહીમ કુંભાર નામના શખ્સો ભાગી નાસી જવામાં સફળ રહયા હતા.