મોટર સાઇકલ ચોરી કરતી તેમજ શેરીઓમાં પાર્ક કરેલ ફોર વ્હીલર ગાડીઓના કાચ તોડતી ટોળકીને પકડી પાડતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ
અપિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી
જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ અને ઈન્ચાર્જ પો.ઇન્સ.શ્રી બી.જે.ભદ્ૃ મુંદરા
પો.સ્ટે.નાઓની સુચના મુજબ મુંદરા પોલીસ સ્ટાફના કર્મચારીઓ વણ શોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધવા
માટે મુંદરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ
તથા અશોકભાઈ લીલાધરભાઈ કનાદ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે ત્રણ ઇસમો ૯૫ર૪ નંબરની
મોટર સાઇકલ લઇને બારોઇથી મુંદરા તરફ આવી રહેલ છે અને તેઓની પાસે રહેલ મોટર સાઇકલના કોઇ આઘાર
પુરાવા તેઓની પાસે નથી અને તે ચોરીની મોટર સાઇકલ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળતા અને
બારોઇ રોડ પર તાલુકા પંચાયત કચેરી સામે રોડ પર વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત જણાવયા મુજબનું
મોટર સાઇકલ લઇને ત્રણ ઇસમો આવતા તેઓને રોકી તેઓ પાસે રહેલ મો.સા.નં-જીજે-૧ર-ખેજી-૯૫ર૪ ના
કાગળો(આધાર પુરાવા)ની માંગણી કરતા તેઓની પાસે તે મોટર સાઇકલના કોઇ આધાર પુરાવા ના હોવાનું
જણાવતા હોય જેથી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવીને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ સાથે મળીને
૮ જેટલી મોટર સાઇકલોની રાત્રીના સમયે ચોરીઓ કરેલ હોવાની તથા ચારેક મહીના પહેલા મુંદરા ખાતે
સોસાયટીમાં પાર્ક કરેલ ફોરવ્હીલર વાહનોના કાચ તોડેલ હોવા અંગેની કબુલાત આપતા હોય જેથી તેઓના
કબ્જામાં ચોરી કરીને છુપાવીને રાખેલ કુલ-૬ મોટર સાઇકલ તથા તેઓ લઇને નીકળેલ તે મો.સા.એમ કુલ-૭
મોટર સાઇકલો સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.અને તેઓ
વિરૂઘ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મુંદરા પોલીસ સ્ટેશનના વણ શોઘાયેલ ગુનાઓ જે શોધી કાઢવામાં આવેલ છે જેની વિગત
નીચે મુજબની છે.
(૧) મુંદરા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૦૧ ૨૦૯/૨૦ર૦ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ
(ર) મુંદરા પો.સ્ટે પાર્ટ એ ગુ.૨.નં.૦૮૯૮/૨૦૨૦ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ
(૩) મુંદરા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૦૩૨૮/૨૦ર૦ આઇ.પી,સી.કલમ ૩૭૯.૪ર૭.૧૧૪ મુજ
પકડાયેલ આરોપી
(૧) આકાશકુમાર સ/ઓ દીનેશપ્રસાદ જાતે.કુસવાહ ઉ.વ.૨૦ રહે.સુષ્ટીપાર્ક બારોઈ રોડ મુંદરા
મુળરહે.એમાલિયા ભગ્વાનપુર પસૌની કિસુ ઈસ્ટ ચંપારણ બિહાર
અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો
રીકવર કરવામાં આવેલ મોટર સાઇકલોની વિગત

(૧) હીરો હોન્ડા કંપનીનું મોડીફાઇ કરેલ મોટર સાઇકલ નં.૦૭-12-60-9524 જેની કિ.રૂ.૧૫,૦૦૦/-
(૨) હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મોટર સાઇકલ નં.6 12 07 1810 જેની કિ.રૂ.૧૫૦૦૦/-
(૩) રોયલ અન્ડફીલ્ડ બુલેટ રજી નં.૧) 12 0. 5340 જેની કિ.રૂ.૮૦૦૦૦/-
(૪) હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મોટર સાઇકલ નં.૦૭ 12 ૯6 2132 જેની કિ.રૂ.૧૫૦૦૦/-
(૫) હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ નં.0૭ 12 €૫ 0314 જેની કિ.રૂ.૧૫૦૦૦/-
(૬) હીરો હોન્ડાકંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ નં.0 12 &. 2067 જેની કિ.રૂ.૧૫૦૦૦/-
(૭) ટી.વી.એચ.અપાચે મોટર સાઇકલ નં.0: 12 /1- 6930 જેની કિ.રૂ.૨૫૦૦૦
એમ કુલ્લ રીકવર કરેલ મુદામાલની કિ.રૂ.૧,૮૦,૦૦૦/-

આ કામગીરીમાં મુદરા પો.સ્ટેના ઈન્ચાર્જ પો.ઈન્સ શ્રી બી.જે.ભટ્ટ સાહેબની સુચનાથી પોલીસ
સ્ટાફના પો.હેડ.કોન્સ.શક્તિસિંહ ગોહિલ તથા પ્રધુમનસિંહ ગોહિલ તથા જયેન્દ્રસિંહ ઝાલા તથા
અશોકભાઈ કનાદ તથા પો.કોન્સ.જયદેવસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ગોહિલ નાઓ જોડાયેલ હતા.