પડાણા નજીકથી ચોરાઉ મનાતા તેલના જથ્થા સાથે ઈસમ ઝડપાયો


(ગાંધીધામ) તાલુકાના પડાણા પાસે એક પ્લોટમાં પૂર્વ કચ્છ SOG એ રેડ પાડી તસ્કરી કે છળકપટ થી મેળવાયેલા સોયા અને કેસ્ટર તેલ કિ.રૂ.2,87,600 ના જથ્થા સાથે 1 ઇસમની અટક કરી હતી. શહેરના લીલાશાહ નગર વિસ્તારમાં હંસ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ શેઠને SOG પકડી પાડયો હતો. પડાણા ગામની પૂર્વ બાજુ સર્વે નં. 103/1 વાળો પ્લોટ આ આધેડે ભાડે લીધો છે. જેમાં તેણે આ તેલનો સંગ્રહ કર્યો હતો. આ જગ્યાએથી રૂ. 2,48,000 નું 49600 લી. સોયા સ્લેજ તેલ તથા રૂ. 39600નું 13,200 લી. કેસ્ટર સ્લેજ તેલ એમ કુલ રૂ.2,87,600 નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. ચોરી’ કે છળકપટથી મેળવાયેલું આ તેલ આ ઈસમ કયાંથી અને કેવી રીતે લઈ આવ્યો હતો તે સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.