ભુજમાં થયેલા ગેંગ રેપના કેસમાં 2 શખ્સોની હજુ તલાશ


ભુજના સગીરા પર થયેલા સામૂહિક ગેંગ રેપના કિસામાં એક કિશોર સહિત 3 શખ્સોની પોલીસે વિધિવત અટકાયત બતાવી શનિવારે કોર્ટમાં રજુ કરતાં અદાલતે ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હજુ બે શખ્સોની તલાશ અને ગુનામાં વપરાયેલી છરી જપ્ત કરવાની બાકી હોવાઇ પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે. ભુજની 17 વર્ષિય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસ મહિલા સહિત 6 શખ્સો સામે પોક્સો સહિતની કલમ તળે ગુનો શખ્સ સુરેશ કમલેશ ઠકકર (ઉ.વ.27), સુલતાન ઓસમાણ સુરંગી (ઉ.વ.30), સુલતાન હનીફ બાફણ (ઉ.વ.20) નામના ત્રણ આરોપીઓ અને કાયદાના ઘર્ષણમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય શખ્સ એક અજાણ્યો શખ્સ અને જમીલા રમજુ કાયા નામની મહિલાની તલાશ હાથ ધરી છે. ઝડપાયેલા ૩ શખ્સોને રિમાન્ડની માંગણી સાથે પોલીસે કોર્ડમાં રજુ કરતાં અદાલતે ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તપાસનીશે કહ્યું હતું કે, હજુ આ કેસના ૨ શખ્સોની અટક બાકી હોઇ અને ગુના કામે વપરાયેલ છરી તેમજ સ્થળ પરના પંચનામા સહિતની કાર્યવાહી બાકી હોઇ શ્ખ્સોના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા.