ભુજ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કેમ્પ એરીયામાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ દારૂ તથા જુગારની બદી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ અધીક્ષકશ્રી જે.એએન.પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.

પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા નાઓની રાહબરીમાં એલ.સી.બી. પશ્ચિમ કચ્છ- ભુજના સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. આજ રોજ એલ.સી.બી.પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મુસ્તાક ઉર્ફે ડેણ અભુ નોડે રહે. નોડે ફળીયા કેમ્પ એરીયા ભુજ વાળો તેના મિત્ર ઇમ્તીયાજ ગફુર કુરેશી, રહે.પઠાણ ફળીયાની બાજુમાં નોડે ફળીયુ કેમ્પ એરીયા, ભુજ વાળા સાથે

મળી ઇમ્તીયાજના કબ્જાની નોડે ફળીયામાં આવેલ ઓરડીમાં દિવસના સમયે બહાર થી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી ધાણીપાસા વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી સચોટ બાતમી હકિકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરી નીચે મુજબના ઇસમોને ધાણીપાસા વડે

રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી નીચેની વિગતેનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

૬ પકડાયેલ ઇસમ :-

(૧) સંજય મોહનગર ગૌસ્વામી, ઉ.વ.૨૪ રહે.રામકુષ્ણ કોલોની, શંકરના મંદિરની બાજુમાં ભુજ

(ર) ગોવિંદ જેશીંગભાઇ રાઠોડ, ઉ,.વ.૨૪ રહે.રામકુષ્ણ કોલોની, શંકરના મંદિરની બાજુમાં ભુજ

(૩) ફૈઝલ સલીમ મેમણ, ઉ.વ.૩૫, રહે.કંકુ કોમ્પલેક્ષ પહેલો માળ કેમ્પ ચાવડી ભુજ

(૪) મામદરફિક ઇસ્માઇલ કુંભાર, ઉ.વ.પ૨ રહે.નોડે ફળીયુ કેમ્પ એરીયા ભુજ

(પ) મુસ્તાક ઠુશેન ખત્રી, ઉ.વ.૫પપ રહે.અઝરખપુર તા.ભુજ

જ નહી પકડાયેલ ઇસમ :-

(૬) મુસ્તાક ઉર્ફે ડેણ અભુ નોડે રહે. નોડે ફળીયા કેમ્પ એરીયા ભુજ

(૭) ઇમ્તીયાજ ગફુર કુરેશી રહે.પઠાણ ફળીયાની બાજુમાં નોડે ફળીયુ કેમ્પ એરીયા ભુજ

જ કબ્જે કરેલ મુદામાલ :- (કુલ કિ.રૂ.૫૧,૫૩૦/-)

 રોકડા રૂપિયા : ૩૬,૦૩૦/-

– ધાણીપાસા જોડ નંગ-૦૨, કિ.રૂ. ૦૦/-

» મોબાઇલ ફોન નંગ-૪, કિ.રૂ।. ૧૫,૫૦૦/-

એમ કુલ કિ.રૂ।.૫૧,૫૩૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં. ૧ થી પ વાળાઓ રેઇડ દરમ્યાન પકડાઇ જઇ

તથા આરોપી નં. ૬ અને ૭ વાળાઓ નાસી જઇ ગુન્હો કરેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા ભુજ શહેર બી

ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી પકડાયેલ આરોપીઓને આગળની તપાસ થવા ભુજ શહેર “બી”

ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

રિપોર્ટર: કરણ વાઘેલા ભુજ.