સતત ચોથા દિવસે ડીઝલના ભાવમાં 24 પૈસા પ્રતિ લીટર ઘટાડો, પેટ્રોલમાં કોઈ ફેફર નહીં


(નવી દિલ્હી) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ માં થતા રહેલો સતત ભાવ ઘટાડા ની અસર સ્થાનિક બજારમાં દેખાઈ રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે સતત ચોથા દિવસે ડીઝલના ભાવમાં 24 પૈસા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. તેમજ,પેટ્રોલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતામાં ડીઝલનો ભાવ ક્રમશ 71.58 રૂપિયા, 78.02 રૂપિયા, 76.09 રૂપિયા અને લિટર પ્રતિ 75.09 રૂપિયા થઇ ગયો છે. તે જ સમયે, પેટ્રોલનો ભાવ અનુક્રમે 81.14 રૂપિયા, 87.82 રુપયા, 84.21 રુપયા, અને લિટર દીઠ 82.67 રુપયા છે.