શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ૯૭ મજૂરોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.


(નવીદિલ્હી) સંસદમાં ચોમાસું સત્રના છઠ્ઠા દિવસે શનિવારે રાજ્યસભામાં મહામારી રોગ સંશોધન બિલ, ૨૦૨૦ પાસ થઇ ગયું છે. આ દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને જણાવ્યુ હતું. કે આરોગ્ય વ્યાવસાયિકો સામેના ગુનાઓ અટકાવવા માટે બિલની જરૂર હતી. જેના હેઠળ ડોક્ટર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારને વધુમાં વધુ ૭ વર્ષ સુધીની સજા હોય શકે છે. હુમલો કરનાર પર ૫૦ હજારથી ૨ લાખના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત ૩ માસથી ૫ વર્ષની સજા પણ હોઈ શકે છે. જ્યારે ગંભીર ઈજાના મામલામાં વધુમાં વધુ ૭ વર્ષની સજા થઈ શકે છે. આ બીનજામીનપાત્ર ગુનો હશે.આ દરમ્યાન કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન દોડાવાયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ૯૭ પ્રવાસી મજૂરોનું સફર દરમિયાન મોત થયું હતું. ગોયલે જણાવ્યુ હતું કે, આ આંકડા રાજ્ય સરકાર તરફથી મળેલ છે.