8 સાંસદો 1 સપ્તાહ માટે થયા સસ્પેન્ડ

(નવી દિલ્હી) રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ગઈકાલે રાજ્યસભામાં ધાંધલ મચાવનારા 8 સાંસદોને ૧ સપ્તાહ માટે કર્યા સસ્પેન્ડ આ સાંસદોમાં તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન, આમ આદમી પાર્ટીના સંજય સિંઘ, કોંગ્રેસના રાજીવ સાટવ, રિપુન બોરા તથા નાઝિર હુસૈન, કેકે રાગેશ, ડોલા સેન અને એક કરીમનો સમાવેશ થયો હતો. આજે સવારે આઠ વાગ્યે રાજ્યસભાની બેઠક શરૂ થઇ ત્યારે નાયડુએ કહ્યું કે કેટલાક સભ્યોએ ગઇ કાલે ગૃહમાં ધમાલ મચાવી વેલ સુધી આવી ગયા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ સાથે ધક્કામુક્કી પણ કરી.  અંતે અધ્યક્ષશ્રીએ ગૃહની બેઠક ૧૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાની જાહેરાત કરી હતી. જે 8 સભ્યોનાં નામ અગાઉ જણાવ્યા એે લોકોએ રવિવારે ક઼ષિ બિલ પરની ચર્ચા ચાલુ હતી ત્યારે હાહાકાર મચાવીને મહત્ત્વના પેપર્સ ફાડી નાખ્યા, માઇક તોડી નાખ્યા, ટેબલ પર ચડીને હો હા કરવા લાગ્યા અને રાજ્યસભાના નિયમોની ઐસી તૈસી કરી હતી. કેટલાક સભ્યોએ રુલ બુક ફાડી નાખીને એનાં પાનાં અધ્યક્ષ તરફ ફેંક્યા હતા. ગેરશિસ્ત આચરનારા આ તમામ સભ્યોને અધ્યક્ષશ્રીએ ચોમાસું સત્ર પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતા.