ગાંધીધામની રેલ્વે કોલોનીમાં નાના ભાઈએ છરી વડે હુમલો કરાયો

ગાંધીધામની રેલ્વે કોલોની નજીક તા.૧૦ ફેબ્રુઆરીના સાંજે અગાઉનું મનદુ:ખ રાખી પોતાના મિત્રને મારી રહેલા નાના ભાઈને મારવાની ના પાડતાં ગુસ્સે થયેલા નાના  ભાઈએ મોટાભાઇને છરીના ઘા વડે મારી દેતા એ -ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી .કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો સંભાળવા પોલીસ માટે મુશ્કિલરૂપ બની રહ્યા છે. અંગત અદાવતો અને અન્ય કિસ્સાઓમાં મારામારીના બનાવ વધી રહ્યા છે. સૂત્રો દ્વાર મળતી માહિતી મુજબ,શહેર ખોડિયારનગર રેલ્વે ઝુંપડા વિસ્તારમાં રહેતા સન્નિસિંઘ ,રતનસિંઘ ટાંકના મિત્ર વિનોદ ખીમાભાઈ વાલ્મીકીને સન્નિસિંઘનો નાનો ભાઈ રાહુલ રતનસિંઘ ટાંક અગાઉ પહેલાની બોલાચાલીનુ મન દુ:ખ રાખી મારી રહ્યો હતો ત્યારે તેના ભાઈ સન્નીસિંઘે તેને મારવાની ના પાડતાં ગુસ્સામાં નાના ભાઈ રાહુલે સન્નિસિંઘને છાતીના ભાગે છરી  મારતા ઘાયલ થયો હતો એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.તો કીડાણા  ખાતે રહેતા સલીમ હાજી ચાવડાએ બી-ડિવિઝન પોલીસમાં નોધાયેલ ફરિયાદ મુજબ તા.૧૦ ફેબ્રુઆરી ના રાત્રે ૮ વાગ્યાની આસપાસ તેમના જ સંબંધી વાસીમ આમદ સોઢા,આમદ કાસમ સોઢા તથા તેના બીજા છોકરાઓ  વચ્ચે અગાઉ થયેલા ઝગડાનું મન દુખ રાખી તલવાર તથા  પાઇપ વડે  હુમલો કરાયો હતો જેના કારણે   ઇજાઓ થઈ હતી  બી-ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથે ધરી .

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *