મોટા કપાયા માર્ગ ઉપર છકડા-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા-પુત્રના મોત

મુન્દ્રા તાલુકાના મોટા કપાયા પાસે અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.સૂત્રો દ્વારા મળતી વિગતો દ્વારા મોટાકપાયા માર્ગ પર આવેલ મંદિર પાસે છકડા અને ટ્રેલરની ટક્કરમાં વિનોદપાલ ઉ.વ ૩૧ અને તેના પુત્ર અનિલ ઉ.વ ૩ને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતાં મોત નીપજયું હતું. બનાવના પગલે મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઈ પરમાર સહિત ની ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી. બંને હતભાગીઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માત કરનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. અહીના માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે જો  આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તો જે અવારનવાર અકસ્માતો સર્જાય છે એ ના સર્જાય.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *