શિહોર સુરકા ના ડેલા પાસે ભુતનાથ જવાના રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક સ્ત્રી ને ઝડપી પાડતી શિહોર પોલીસ ટીમ


ગુજરાત રાજયના અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન; પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે ભાવનગર જીલ્લા પોલીસે ભાવનગરને નશા મુક્ત કરવા સ્પેશ્યલ ઝુંબેશ આરંભ કરેલ.
જે અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા ડીવીઝન શ્રી આર.ડી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.ગોહીલ સાહેબની રાહબરી નીચે શિહોર પોલીસને બાતમી મળેલ હતી કે, અગાઉ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ સંગીતાબેન વા/ઓ રમેશભાઇ કાળીદાસ દવે ઉ.વ.૪૦ રહે.સુરકાના ડેલા પાસે ભુતનાથ જવાના રોડ ઉપર શિહોર જી.ભાવનગરવાળી ને તેના રહેણાંકી મકાનેથી ગાંજો વજન ૧૬૬૦/- ગ્રામ કિ.રૂ. ૧૬૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સ્ત્રી બાઇ આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી શિહોર પો.સ્ટે.ના હેડ કોન્સ. આઇ.બી.ઝાલાએ ફરીયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ. આ રેઇડ દરમ્યાન ભાવનગર F.S.L. અધિકારી શ્રીએ સ્થળ તપાસણી કરી જરુરી માર્ગદર્શન પુરુ પાડેલ હતુ.
આ કામગીરીમાં શિહોર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.ડી.ગોહીલ તેમજ શિહોર પોલીસ સ્ટાફના હેડ કોન્સ. આઇ.બી.ઝાલા તથા પી.વી.ગોહીલ તથા પો.કોન્સ. અશોકસિંહ ગોહીલ તથા રામદેવસિંહ જાડેજા તથા જયતુભાઇ દેસાઇ તથા ભયપાલસિંહ સરવૈયા તથા બીજલભાઇ કરમટીયા તથા અનિરુધ્ધસિંહ ડાયમા તથા શક્તિસિંહ સરવૈયા તથા પ્રવીણભાઇ મારૂ જોડાયા હતા.
એજાદ શેખ રીપોર્ટર