છેલ્લા એક વર્ષથી મહિલાને શારીરિક તથા માનસીક ત્રાસ આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ


ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દાઠા પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં-૦૪/૨૦૧૯ આઇ.પી.સી. કલમ-૪૯૮(ક), ૩૨૩, ૫૦૪,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઇ ધનાભાઇ પરમાર ઉવ-૩૬ રહે.મુળગામ-મોટી જાગધાર તા-મહુવા જી-ભાવનગર હાલ-કૈલાસનગર, સરીગામ તા-ઉમરગામ જી-વલસાડવાળાને મોટી જાગધાર ગામના બસ સ્ટેન્ડખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા વુમન પો.કોન્સ. નિલમબેન વીરડીયા તથા ડ્રાઇવર પો.કોન્સ. ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.
એજાદ શેખ રીપોર્ટર