ભાવનગરની શેત્રુંજી નદીમાં ન્હાવા ગયેલ પિતા અને પુત્ર તણાઇ ગયા : પિતાનું મોત


ભાવનગર જિલ્લાના તળાજા ના ટીમાણા ગામે રહેતા ખેડૂત પરિવાર ના માતા પિતા પોતાના બંને સંતાનો દીકરી દીકરા ને લઈ નજીક માં વહેતી શેત્રુંજી નદીમાં ન્હાવા અને કપડાં ધોવા ગયા હતા. આ સમયે પિતા અને પુત્ર બંને તણાવા અને ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયા દ્વારા પુત્ર ને બચાવી શક્યા હતા.
’કયા ભરોસા હે ઇસ ઝીંદગીકા’ આ શબ્દો ને ચરિતાર્થ કરતી દુ:ખદ ઘટના તળાજાના ટીમાણા ગામે બનવા પામી હતી.ટીમાણા ગામના ખેતીકામ કરી ગુજરાન ચલાવતા ધાંધલીયા પરિવાર ના મુકેશ લાભશંકરભાઈ ઉવ.35, પત્ની દક્ષાબેન ,દીકરો દીક્ષિત ઉ.વ 10 અને દીકરી ઉર્વીબેન ગામનજીક થી વહેતી શેત્રુંજી નદીમાં કપડાં ધોવા અને ન્હાવા ગયા હતા. મુકેશભાઈ પોતાના દીકરા દીક્ષિત સાથે નહતા હતા.તે સમય દરમિયાન પાણી નું તાણ વધારે હોય નદીમાં તણાવા લાગ્યા હતા.જેમાં સ્થાનિક તરવૈયા દીક્ષિત ને બચાવી લેવામાં સફળથયા હતા. મુકેશભાઈ પાણીમાં તરતા આવડતું હોવા છતાંય ગરકાવ થઈ ગયા હતા.એકાદ કલાક બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. બનાવના પગલે સાંસદ પી.એ તુલસીભાઈ મકવાણા ને ખબર પડતાં તેઓએ ડે. કલેક્ટર ને જાણ કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસ ની ટીમ પહોંચી ગઈ હતી.