કોરોનાના 42 નવા કેસ આવ્યા બહાર : કુલ 5264માંથી 4054 દર્દીઓ થયા સાજા

રાજકોટ મહાનગરમાં આજ બપોર સુધીમાં કોરોનાના નવા 4ર સહિત અત્યાર સુધીમાં 5264 કેસ નોંધાઇ ગયા છે. તો 40પ4 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે.માહિતી જાહેર કરતા મહાપાલિકાએ સત્તાવાર રીતે જણાવાયું છે કે નવા 42 દર્દીનો ઉમેરો રાજકોટમાં થયો છે. સોમવારે તા.21ના રોજ 4268 લોકોના ટેસ્ટ કરવામાં આવતા 2.17 ટકા એટલે કે 93 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. ગઇકાલે 124 દર્દી સ્વસ્થ થતા તેમને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. તે કારણે પણ વધુને વધુ દર્દીઓ અત્યાર સુધીમાં ડિટેકટ થયા હોય દર્દીઓને આઇસોલેટ કરાયા છે. તે કારણે પણ વાયરસની ચેઇન અમુક અંશે તુટી રહી છે.દરમ્યાન રાજકોટ મહાનગરમાં આજે વધુ 83 માઇક્રો કનટેનમેન્ટ ઝોન કાર્યરત હોવાનું તંત્રએ જણાવ્યું છે જેમાં રૈયા રોડના ઇન્ડીયન પાર્ક, મવડીના મફતીયાપરા, રૈયા રોડના તિરૂપતિનગર, મોમ્બાસા સોસાયટી, નાના મવા રોડની લક્ષ્મી સોસાયટી, પેેલેસ રોડના વર્ધમાનનગર, યુનિ. રોડ પર યમુનાનગર, જામનગર રોડ પર સંજયનગર, સંત કબીર રોડની રાજારામ સોસાયટી, હુડકો પોલીસ ચોકી પાસે મધુવન પાર્કનો સમાવેશ થાય છે.
મનપાની 1031 સર્વેલન્સ ટીમે અત્યાર સુધીમાં 53254 પરિવારોના 10.43 લાખ લોકોનો સર્વે કરી લીધો છે. પ0 ધન્વંતરી રથ દ્વારા 359458 લોકોની ઓપીડી અત્યાર સુધીમાં કરવામાં આવી છે. 104 હેલ્પલાઇનને મળેલા 175 કોલમાં ગઇકાલે 50 મીનીટમાં સેવા પહોંચાડવામાં આવી હતી. 23 સંજીવની રથ પણ ગઇકાલે 769 પરિવારો સુધી પહોંચ્યા હતા.