ભુજમાં મજૂરના ઘરમાં કરાઇ ઘરેણાંની ચોરી

(ભુજ) ભુજના શાંતિનગરમાં રહેતા અને માર્કેડ યાર્ડમાં મજુરી કામ કરતા મોસીનભાઇ હબીબભાઇ ખત્રીએ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો કે, ઘટના પરોઢે 3:30 વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન બની હતી. ફરિયાદી માર્કેડ યાર્ડમાં મજુરી કામે ગયા હતા અને તેમના પત્નિ અને સંતાનો ઘરમાં સુતા હતા દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશીને કાળા થેલામાં રાખેલા ચાંદીના સાંકડા કિંમત રૂપિયા 4 હજાર અને સોનાની બુટી નંગ એક કિંમત રૂપિયા 5,593ની તસ્કરી કરી નાસી ગયા હતા.પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.