સામખિયારીમાં જતી વખતે પલાંસવા પાસે ટ્રેલરે જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો .

ગાંધીધામ ના  રાપર તાલુકાના પલાંસવા પાસે આવેલા પેટ્રોલ પંપના પુલિયા પાસે ટ્રેલર જીપને ટક્કર મારતા બે મહિલાના મોત અને જિપમાં બેઠેલ દસને ઇજાઓ પહોચતા સારવાર વડે ખસેળવામાં આવ્યા હતા .આડેસર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે,પ્લાંસવા પાસે પેટ્રોલ પંપ પુલિયા પાસે ટ્રેલર નં. આરજે ૦૬ જીબી ૫૭૨૧ના ચાલકે બેદરકારીથી  ટ્રેલર ચલાવીને ઓવરટેક કરવાના ચકકરમાં જીપ નં .જીજે ૯ વાય ૫૯૧૦ને ટક્કર મારતા જીપમાં બેઠેલ રામીબેન મોમાયાભાઈ ભરવાડ ઉ.વ ૨૨ અને જીતુબેન છાંગાભાઈ ભરવાડ ઉ.વ.૨૨ રહે બંને પલાંસવાના ગંભીર હાલતમાં મોત થયું . આ અકસ્માતમાં જિપમાં બેઠેલ બાટિબેન ગણેશભાઈ ભરવાડ,લક્ષ્મી બેન ભરવાડ, મીના જસરામ ભરવાડ,કાના પાંચા ભરવાડ ભાવના હોંન્ડા,મુળીબેન ટપૂ, નિલેશ રાણા ઓડેદરા,રામીબેન ભરવાડ ઉમેશ વાણંદ,જેડિબેન ભરવાડને ઇજાઓ પહોચતા સારવાર વડે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે,પ્લાંસવાથી જિપમાં મંજૂરીમાટે લોકો સામખીયારી આવી રહ્યા હતા ત્યારે પ્લાંસવા પાસે જ આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે .બોક્સ ગાંધીધામમાં ટ્રક હડફે રાહદારીનું મોત નીપજયું હતું ગાંધીધામ પાસે સ્પેશીયલ ઇકોનોમીક ઝોન જતાં પોલીયા નીચે ટ્રક નં જીજે ૧૨ એક્સ ૩૨૯૭ના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવીને પગપાળા જતાં હરિરામ રામનાથ યાદવને હડફેડે લેતા તેમનું મોત થયું . પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *