આજે રોયલ ચેલેન્જર્સનો સામનો કિંગ્સ ઇલેવન પંજાબથી,છેલ્લી 4 મેચમાંથી 3 મેચ રોયલ ચેલેંજર્સના કબ્જે જ્યારે પંજાબે એક પણ મેચ જીતી શકી નથી,ક્રિસ ગેલ પરત ફરે એવી સંભાવના


આરસીબી 3 વખત(2009, 2011, 2016) ફાઇનલમાં પહોંચી, દરેક વખતે એને સામનો કરવો પડ્યો
પંજાબ એક વખત(2014) જ ફાઇનલમાં પહોંચી, જ્યાં તેણે કોલકાતા નાઇટરટર્સ સામે હારનો સામનો કરવો પડ્યો
IPLની 13માં સીઝનની છઠ્ઠી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે આજે દુબઈમાં રમાશે. પહેલાની 4 મેચમાં બેંગલોરે પંજાબને હરાવી છે. દુબઈમાં બંને ટીમોની વચ્ચે એક મેચ રમાઈ, હતી જેમાં પંજાબને જીત મળી હતી. આ વખતે પંજાબની પ્રથમ મેચ દિલ્હીની સામે રમાઈ હતી, જેને સુપર ઓવરમાં દિલ્હીએ જીતી હતી. જ્યારે બેંગલોરે તેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રનથી હરાવ ચૂકી છે.