કારોનાને કારણે નાણાકીય કટોકટી, સરકારે આ વર્ષે માત્ર 1 કરોડ સુધીનાં જ કામો કરવા અપાઈ ગાઇડલાઇન્સ


કોરોનાને કારણે ગુજરાત સરકારના નાણાકીય અંદાજો પર ખરાબ અસર થઈ છે અને ખાસ કરીને બજેટલક્ષી કામો અને યોજનાઓ માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈમાં પણ નોધપત્ર કાપ મૂકવામાં આવી રહ્યો છે, જેમાં એક કરોડથી પાંચ કરોડનાં કામોમાં માત્ર 50 ટકા રકમ અને પાંચ કરોડથી વધુ ખર્ચનાં કામોમાં 33.33 ટકા રકમ ફાળવવાની સૂચના નાણાં વિભાગ દ્વારા અન્ય વિભાગોને આપવામાં આવી રહી છે.
કરકસર કરવા તમામ વિભાગોને આદેશ આપવામાં આવ્યા છે.કોરોના સંક્રમણને કારણે વેરાની આવકમાં ઘટાડો થતાં સરકાર આર્થિક સંકટનો સામનો કરે છે, જેને કારણે ગુજરાતની બજેટલક્ષી યોજનાનાં કામોમાં કરકસર જાળવવા રાજ્યના નાણાં વિભાગે આદેશ કર્યો છે. સરકારના તમામ વિભાગોને આદેશ કર્યો છે કે નવી યોજનાઓ અથવા નવાં કામો હાથ પર લેતાં પહેલાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. એક કરોડ સુધીનાં અંદાજિત કામો વર્ષની અંદર પૂરાં કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. એક કરોડથી પાંચ કરોડનાં કામોમાં માત્ર 50 ટકા રકમ અને પાંચ કરોડથી વધુ ખર્ચનાં કામોમાં 33.33 ટકા રકમ ફાળવવાની મંજૂરી વિભાગોને આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ.
નાણાકીય વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવા સૂચના અપાઈ છે.નાણાં વિભાગે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં લોનના હિસ્સાની રકમ આ વર્ષે મળશે નહી, તેથી આવતા વર્ષમાં એ જોગવાઈ કરવામાં આવશે. નાણાં વિભાગે આ સાથે આગામી વર્ષ 2021-22ના વર્ષના અંદાજો તેમજ વર્તમાન નાણાકીય વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવાની સચિવાલયના વિભાગોને આ પ્રમાણેની કરકસર કરવાની સૂચના આપી છે.
અંદાજો ચાર તબક્કામાં મોકલવાના રહેશે.આ અંદાજો વિભાગોએ 15મી ઓક્ટોબરથી 16મી ડિસેમ્બર દરમિયાન ચાર તબક્કામાં નાણાં વિભાગને મોકલવાના રહેશે, જેમાં સ્થાયી ખર્ચના અંદાજ, 100 ટકા કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ, કેન્દ્રીય પુરસ્કૃત શેરિંગ પેટર્નની યોજનાઓ, રાજ્યની ચાલુ યોજનાઓ, સુધારેલા અંદાજ અને વગેરે નવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.