ઘરમાં કંકાસ ના કારણે સગીરે જીવન ટુકવ્યું

રાજકોટના જામગઢ ગામે ઘર માતા-પિતાના ઝગડામાં માતા રિસામણે જતા સગીર પુત્રએ ઝેર પી આપઘાત કર્યું ; પરિવારમાં શોક 

          રાજકોટ સહિત રાજયભરમાં ઘરકંકાસથી અનેક પરિવારો વિખાયા છે.  ત્યારે વધુ એક હચમચાવતી બનાવ  સામે આવ્યો છે, . જેમાં રાજકોટના જામગઢ ગામે માતા પિતાના ઝગડાથી ત્રસ્ત સગીર પુત્રએ ઝેરી દવા આત્મહત્યા વ્હોરી લેતા પરીવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ  રાજકોટ તાલુકાના જામગઢ ગામે રહેતા સંજય નારણભાઈ ધાડવી નામનાઉ.વ.  17 વર્ષના સગીરે ગૃહકલશથી કંટાળી બે દિવસ પૂર્વે પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવીઅંતિમ પગલું ભર્યું હતું . સગીરને ઝેરી અસર થતા બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનો ઈલાજ થાય તે પૂર્વે જ સગીર હોસ્પિટલના બીછાને પ્રાણ પંખેરૂ ઊડી જતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ  મામલે પ્રાથમિક ઇક્વ્યાયરી માં  મૃતક સંજય ધાડવી ના બે ભાઈઓમાં નાનો અને મજૂરી કામ કરી કુટુંબને આર્થિક સહાય કરતો હતો માતા પિતા વચ્ચે અકારણ પ્રશ્ર્ને ઝઘડો થતા માતા પોતાના માવતરે રીસામણે ચાલ્યા ગયા હતા. માતા પિતાના ઝઘડાથી સગીર પુત્રને આઘાત લાગી આવતા ઝેરી દવાથી જીવન ટુંકાવી લીધુ હોવાનું  જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ એમ.એલ. ઝાલા અને રાઈટર હેમતભાઈ ધરજીયા સહિતના સ્ટાફે ફરીયાદના આધારે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.