માનવીએ માનવતા નેવે મૂકી કળયુગમાં પુત્રીએ તેના પ્રેમીની સાથે મળી અને જનેતાનું ક્રૂર રીતે ખૂન કર્યું સુખપર ની મહિલાના હત્યાના કેસમાં બે આરોપીની ધરપકડ


ભુજના સુખપરમાં મહિલાની હત્યાના બનાવમાં હળાહળ કલયુગી ઘટના સામે આવી છે. મહિલાને તેની સગી પુત્રીએતેના પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે ઘટનાની ઉંડાણ પૂર્વક છાનબીન કરીને હત્યાનો ભેદઉકેલવામાં સફળતા મેળવી છે. સુખપરમાં મહિલાની થયેલી હત્યાના બનાવમાં રેન્જ આઈજીપી જે.આર. મોથલિયાઅને પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોવર્ડ, માનકૂવા પોલીસસહિતની વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. ડીવાયએસપી શ્રી પંચાલે આપેલી વિગતો મુજબ ઘટનાસંદર્ભે આસપાસના લોકોની પુછપરછ કરાઈ હતી. આ ઉપરાંત હ્યુમન રિસોર્સ તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણએક્ત્ર કરાયા હતા. ઘટના બાદ પ્રારંભે કોઈ પરિવારજનોએ બનાવને અંજામ આપ્યાની પોલીસે શંકા સેવી હતી. જેમાહતભાગીના પતિ પર પ્રથમ શંકા સેવાઈ હતી. બાદમાં ઉંડાણ પૂર્વક તપાસ કરાતા મૃતકની 16 વર્ષિય પુત્રીને તેનીપડોશમાં રહેતા આરોપી સુનિલ ઉર્ફે સોનુ કિશોરભાઈ જોશી સાથે પ્રેમ સંબંધ હતો. બન્નેના પ્રેમ સંબંધની જાણ તેનીમાતાને થઈ જતા મૃતક વિજ્યાબેન પ્રવીણભાઈ ભુડિયાએ આરોપી સુનિલને વારંવાર ઠપકો આપતા હતા. ત્યારેઆરોપી સુનિલે તેના ભુજમાં રહેતા મિત્ર આનંદ જગદીશભાઈ સુથાર અને હતભાગીની પુત્રી સાથે જ મળીને ઘટનાનેઅંજામ આપ્યો હતો. યુક્તિ-પ્રયુક્તિથી ઘનિષ્ઠ પુછપરછ કરતાતેઓએ બુધવારે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ દાંતરડા,/લોખંડના પાઈપ અને છરીથી જીવલેણ હુમલો કરીને મહિલાની હત્યા નીપજાવી હતી.પોલીસે ઘટનાનો ભેદે ઉકેલીને આરોપી સુનિલ ઉર્ફેકિશોરભાઈ જોશી તેમજ આનંદ જગદીશભાઈ સુથારની અટક છે.તો હતભાગીની 16 વર્ષિયે પુત્રી કાયદાના સંઘર્ષમાં આવી છે. આ ગુનાનો ભેદ ઉકેલવામાં ડીવાયેએસપી શ્રી પંચાલનામાર્ગદર્શન તળે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે રાણા, પી.એસ.આઈ એચ.એમ. ગોહિલ, માનકૂવા પીઆઈ બી.કેગોહિલ, પીએસઆઈ એચ.એમ પટેલ સહિત એલસીબી અને માનકૂવા પોલીસના સ્ટાફે કામગીરી કરી હતી.