લીઝ બંધ હોતાં છૂટકમાં પરિવહન કરનારા ટ્રકવાળા ભોગવે છે લાખોનો દંડ….


ત્રણ માસના લોકડાઉન પછી લીઝ મંજૂર કરવાનું બંધ થઈ ગયું છે અને લાખો રૂપિયાના દંડ ફટકારાય છે તેવી રાવ છૂટક કાંકરી, રેતી, પડદી જેવા ખનિજ પરિવહન કરતા વર્ગો ઉઠાવી રહ્યા છે. મોટાને માફ અને નાના દંડાતા હોવાની લાગણી પણ વ્યક્ત થઈ રહી છે. તેમને ના છૂટકે ગેરકાયદે પરિવહન કરવું પડી રહ્યું છે. તેઓ ઈમાનદારીનો ધંધો કરવા તૈયાર છે. નિયમાનુસાર લીઝ આપો… આવી ગુહાર લગાવતા ટ્રકધારકોએ સરકાર પાસેથી રહેમ દ્રષ્ટિની આશા રાખી છે. કાંકરી, પડદી, ટોળા, રેતી જેવા બાંધકામ સંલગ્ન ખનિજો પૂરા પાડતા ટ્રકમાલિકોનું કહેવું છે કે, “અમારી પાસે બીજી રોજી-રોટી નથી. પરિવારનું પોષણ મહેનત કરીને કરવા માગીએ છીએ. પેઢીઓથી આ કામ છે. કોરોના લોકડાઉન પછી લીઝ બંધ થઈ જતાં નાછૂટકે વગર મંજૂરીએ પરિવહન કરીએ છીએ.” એવી નિખાલસ કબૂલાત પણ ટ્રકમાલિકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે “દંડની રકમ ખૂબ આકરી છે. અગાઉ પ્રતિટન 5000 રૂપિયા હતા જે હવે 9000 કરી દેવાતાં ટ્રક ઝડપાય તો 1 લાખનો દંડ થાય છે. સેડાતાના એક ટ્રકમાલિકની સાત વખત ટ્રક પકડાતાં 7 લાખના દંડમાં ઊતરી ગયો હતો. આ સંદર્ભે ટ્રાન્સપોર્ટ વ્યવસાય ધરાવતા અગ્રણી અને સેડાતાના માજી સરપંચ લતીફભાઈ રાઠોડે આ વીતી વર્ણવી હતી.
-સૂત્રો અનુસાર