કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનની ચીર સ્મરણીય વિદાય


ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પક્ષના વડા રામવિલાસ પાસવાનનું આજે રાત્રે લાંબી બીમારીના પગલે નિધન થયેળ છે. તેમના સમર્થકો અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રવર્તી છે. 74 વર્ષીય પાસવાનનું થોડા સમય પહેલાં જ દિલ્હીની એક હોસ્પિટલમાં હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પાંચ દાયકા કરતાં વધુ સમયથી રાજનીતિમાં સક્રિય પાસવાન દેશના અનુસૂચિત સમુદાયના અગ્રણી નેતા હતા. કેન્દ્રીય મંત્રીના પુત્ર ચિરાગે ટ્વિટ કરતાં નોંધ્યું હતું કે, “પિતાજી આપ આ દુનિયામાં નથી રહ્યા પરંતુ મને ખબર છે આપ જ્યાં પણ છો ત્યાંથી હંમેશાં મારી સાથે છો.” રામવિલાસ પાસવાનનો દિલ્હીની એક હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો. થોડા દિવસ પેહેલાં ત્રીજી ઓક્ટોબરની મોડી રાત્રે તેમનું હૃદયનું ઓપરેશન પણ કરાયું હતું. એટલું જ નહીં, આવનારા દિવસોમાં હજુ એક ઓપરેશન કરવાનું બાકી હતું. 1946ની પાંચમી જુલાઇએ અગરિયા જિલ્લાના શાહરબન્નીમાં એક અનુસૂચિત જાતિના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ હાલ ગ્રાહક બાબતો ઉપરાંત ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય સંભાળતા હતા. પાસવાને છેલ્લીવાર 19 સપ્ટેમ્બરના ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે વિદેશમંત્રી જયશંકરના માતાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. રામવિલાસને ભારતીય રાજનીતિના એક એવા નેતા મનાતા હતા જે ખૂબ જલ્દી હવાનો રૂખ પારખી લેતા.
– સૂત્રો અનુસાર