be a good peson…! ધોળા દિવસનો શુભ આરંભ સારા વિચાર સાથે…

આકાશને જોવાથી સપના સાકાર નથી થતાં, મહેનત કરવી પડે છે. માત્ર આકાશ જોવાથી જો સપના સાકાર થતાં હોય તો દુનિયાની ફિતરત માત્ર ઉડાન જોવાની ના હોત…આકાશ જોવાનું છોડી પોતાની પાંખો ખોલો કારણ કે દુનિયા માત્રને માત્ર ઊંચાઈ માપશે.

જીવનમાં આગળ વધવા કાઇક મેળવવા માટે કાઇક ગુમાવવું પડે છે.તેના પહેલા આપણે એક તક મળતી હોય છે. આ તકને મેળવવા માટે તેના પાછળ મહેનત કરવી પડે છે. વ્યક્તિના મનમાં દ્વેષ, નફરત અને ગમંડ જેવા વ્યવહારો વ્યક્તિને ક્યારેય આગડ વધવા દેતા નથી જેના કારણે સમયમાથી તક છૂટી જાય છે. કહેવાય છે કે નસીબનું હમેશા મળે છે.છીનવીને મળેલ વસ્તુ ક્યારેય સાથે રહેતી નથી.જીવનમા હમેશાં તેની ખોટ વર્તાય છે…

વ્યક્તિમાં બે પ્રકારની સવેંદના હોય છે. એક પ્રેમની જે હુમેશાં બધાને એક સમાન પ્રેમ-ભાવ આપે છે અને બીજું એવું વ્યક્તિ જેને ફક્ત પોતાની સવેંદના સિવાય કોઇની દેખાતી નથી.આવા વ્યક્તિઓ ક્યારેય કોઈનું ભલુ વિચારી શકતા નથી કે સમજી શકતા નથી. આજના લોકો કોરોનાના કારણે કેટલીક સમસ્યાઓથી પીડાય છે જેના કારણે તેઓ જીવન ટુકાવવાના પ્રયાશો કરતાં હોય છે. એવા લોકોને હિમ્મત, મદદ તથા પ્રોત્સાહન આપીને આગળ વધવા માટે માર્ગ બતાવવું જોઇયે. લોકોની મદદ કરશો તો કાલ સવારે કોઈ તમારી પણ મદદ કરશે કેમકે કહેવાય છે કે જીવનમાં નિખાલસપણે કરેલું પ્રેમ કે વ્યવહાર હુમેશાં પાછું મળતું હોય છે. એટલે જીવનમાં હુમેશાં પ્રેમ અને લોકો પ્રત્યે સદભાવના રાખવી જોઇયે કેમ કે જીવનમાં લોકો પ્રેમ અને હૂંફ માટે હમેશાં તરસતા હોય છે. એટલે આપણે એવું સંકલ્પ જરૂરથી લઈ શકીએ કે હું કોઈને જો પ્રેમ ના આપી શકું તો તેને હું દૂ:ખએ નહીં આપું….

-સર્વે અનુસાર