અંજારમાં ગેરકાયદેસર 1890 લિટર ડીઝલનો જથ્થો ઝડપાયો

પોલીસે કુલ રૂ. 2,52,250ના મુદ્દામાલ સાથે 2 શખ્શોને ઝડપ્યા….

અંજારની યોગેશ્વર ચોકડી પાસે 1890 લીટર ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લઈ કુલ રૂ. 2,52,250નો મુદ્દામાલ કબ્જે કર્યો તથા આ બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ યોગેશ્વર ચોકડીએ વાહન ચેકીંગ દરમ્યાન બોલેરો પિકપ નં. GJ10V 5959માં ડિઝલના ભરેલા 54 કેરબા મળી આવ્યા, જેથી દેવળીયા નાકે રહેતા 23 વર્ષીય ફિરોઝ મહોમદ રફીક નોડે તથા 21 વર્ષીય ફેઝલ ઇસ્માઇલ બાયડને ડીઝલ બાબતે પૂછતા યોગ્ય જવાબ ના મળતા હોવાથી ઝડપાયેલો રૂ. 1,41,750ની કિંમતનો 1890 લીટર ડીઝલ ગેરકાયદેસરનો હોવાનું જણાતા પોલીસે ડીઝલ, બોલેરો પિકપ તેમજ 2 મોબાઈલ સહિત કુલ રૂ. 2,52,250ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી લઈ ગુન્હો દાખલ કર્યો હતો. તથા ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આવો ગેરકાયદેસર પેટ્રોલ-ડિઝલનો જથ્થો વારંવાર પકડાતો રહે છે…

-મળતા સૂત્રો અનુસાર